![]() |
Elephant Apple / હાથી સેબ /હાથી સફરજન |
ભારતમાં બાગાયતી ખેતી વર્ષે દર વર્ષે ખૂબ ફૂલીફાલી છે. બાગાયતી ખેતીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. આપણા દેશમાં અસંખ્ય ફળોની ખેતી થાય છે. પૂર્વોત્તર ભારતના ગાઢ જંગલોમાં એક ફળ થાય છે જેનું નામ છે, હાથી સેબ (Elephant Apple). હાથી સેબ ને ત્યાંની પ્રાદેશિક ભાષામાં "ચલ્તા" પણ કહેવાય છે. ભારતના ઉત્તર પૂર્વીય જંગલોમાં વસતા જંગલી હાથીઓ ને આ ફળ અતિ પ્રિય છે. અને તેથીજ આરક્ષિત વન પ્રદેશોમાં હાથી સેબ (Elephant Apple) ના ફળ અથવા હાથી સેબ ના વૃક્ષોને કાપવા ઉપર પ્રતિબંધ છે.
![]() |
Elephant Apple in its ripe format |
આરક્ષિત વન સિવાયના પ્રદેશોમાં ઉગતા હાથી સેબ (Elephant Apple) ની લણણી ઉપર કોઈ પ્રતિબંધ નથી. સ્થાનિક લોકો હાથી સેબ ના ફળમાંથી અથાણાં, જામ તથા અન્ય સ્થાનિક વ્યંજનો બનાવે છે. હાથી સેબના વૃક્ષોની લંબાઈ લગભગ 15 મીટર હોય છે અને તેના પાંદડા 15 થી 36 સે.મી. લાંબા હોય છે.
એલિફન્ટ એપલ ના વૃક્ષો મુખ્યત્વે ચીન, ભારત, શ્રીલંકા, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં જોવા મળે છે. આમ, વિશ્વના ભૌગોલિક વિસ્તારમાં એલિફન્ટ એપલ મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે.
![]() |
Elephant Apple Flower |
હાથી સફરજનના ઝાડ પર જૂનથી જુલાઈ મહિનામાં ફૂલો આવે છે. ત્યારબાદ ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ફળ આવવાનું શરૂ થાય છે. દેશના અમુક ભાગોમાંજ નાના પાયે તેની ખેતી થાય છે. કુમાઉ અને ગઢવાલના ઉપ-હિમાલયના પ્રદેશોના ગાઢ જંગલોમાં પણ હાથી સફરજનના વૃક્ષો જોવા મળે છે.
Comments
Post a Comment