Casserole

જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર પડેલ રોટલીને ગરમ રાખવા માટેના વાસણ -- કૅસેરોલ ઉપર ધ્યાન પડ્યું જેને આપણે generally કેસ્રોલ તરીકે ઉચ્ચારીએ છીએ. મનમાં સવાલ એ થયો કે "why the name casserole?" શું વિદેશમાં અગાઉના સમયમાં કોઈ પણ પ્રકારના ખાવાના રોલ (roll) ને ગરમ રાખવા માટેના case ને caseroll કહેતા હશે? પણ અહીં ખરો સ્પેલિંગ casserole (કૅસેરોલ) છે નહી કે caseroll. ફ્રેન્ચ ભાષામાં casse નો અર્થ થાય છે "pan" અને -ole એ ફ્રેન્ચ ભાષામાં વપરાતો diminutive suffix છે.

મૂલતઃ "કૅસેરોલ" ની વ્યુત્પત્તિ વર્ષો જૂના ગ્રીક શબ્દ "કુઆથિઓન" માંથી થયેલ છે, જેનો અર્થ થાય છે "નાનો કપ." આ શબ્દ આખરે "કેસોલ" અથવા "કૅસેરોલ" પર સ્થાયી થયો.
Makaroni Casserole
કૅસેરોલ એ માત્ર પાત્ર નું નામ નથી પરંતુ વાનગીને બનાવવા માટેની પદ્ધતિનું પણ નામ છે. જયારે કોઈ એક થી વધારે ingredients વાળી કોઈ એક જ ડીશ ને બહુ ઊંડા પણ નહીં અને બહુ છીછરા પણ નહીં તેવા પાનમાં તે વાનગીને અવનમાં બૅક કરીને બનાવવામાં આવે ત્યારે તેવી ડિશને કૅસેરોલ-ડીશ અથવા કૅસેરોલ-રેસિપી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરની તસ્વીરમાં આપ "મેકેરોની કૅસેરોલ" વાનગીને જોઈ શકો છો.
 
સૌથી પહેલી તસ્વીરમાં દર્શાવેલ બ્લુ કલરના કૅસેરોલ ને આજના સમયમાં ઇન્સ્યુલેટેડ કૅસેરોલ-ડીશ કહેવામાં આવે છે જે અંદરની બાજુએ તાપમાનને ઇન્સ્યુલેટ કરવાનું એટલે કે ગરમીને બહાર ન નીકળવા દઈને અંદરની બાજુએ અવરોધીને ખોરાકને ગરમ રાખે છે.

Comments