Let's C who rang the Bell

C Language History
બહુ ઓછા લોકોને એવો સવાલ થાય છે કે પ્રોગ્રામિંગ લેન્ગવેજ C નું નામ કેવી રીતે પડ્યું ? જવાબ છે: ABCD માં B પછી શું આવે ? હાં C જ આવે ને વળી. તો બસ આવી રીતેજ એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ નું નામ C રાખવામાં આવ્યું. 1980 ના દાયકામાં લગભગ મહદંશે પ્રોગ્રામિંગ લેન્ગવેજિસ ના નામ લોજીકલ રાખવામાં આવતા, જેમકે FORTRAN તો અર્થ થાય છે "ફોર્મ્યુલા ટ્રાન્સફર", COBOL તો અર્થ થાય છે "કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગવેજ" વગેરે વગેરે..

તેવીજ રીતે એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ હતી જેનું નામ હતું BCPL (બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રમિંગ લેન્ગવેજ) જેનું ડેવલપમેન્ટ Martin Richards દ્વારા કરવામાં આવેલું. દરેક પ્રોગ્રમીંગ લેન્ગવેજ માં થોડા થોડા સમયે બદલાવ લાવવામાં આવે છે અને નવી અપડેટેડ લેન્ગવેજના વર્ઝન ને નવા નામકરણ સાથે રિલીઝ કરવામાં આવે છે. તો જ્યારે BCPL માં ફેરફાર કરી તેને રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે તેના લાંબા નામને ટૂંકું કરવા માટે થઈને નવા વર્ઝનનું નામ B Language રાખી દેવામાં આવ્યું (B Language ને ડેવલપ કરવામાં બહોળો ફાળો Ken Thompson નો હતો).

પછી થોડા વર્ષો બાદ જયારે B લેન્ગવેજ માં ફેરફાર કરીને નવું વર્ઝન રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે ફરીથી નામકરણ નો પ્રશ્ન આવ્યો અને પ્રોગ્રામિંગ સ્ટાન્ડર્ડ નક્કી કરનારી ટિમ માંથી કોઈએ કમેન્ટ કરી કે B પછી શું આવે, C ! અને બસ આવી રીતે જ Bell Laboratory માં Dennis Ritchie દ્વારા ડેવલપ કરવામાં આવેલી લેંગ્વેજનું નામ પડી ગયું "C".

Ken Thompson (left) and Dennis Ritchie (right)

હવે જાણવા જેવી વાત એ છે કે Bell Laboratory (જે Bell Labs ના નામ થી પણ ઓળખાય છે) ની ઓનરશિપ Nokia ના હસ્તક થઈ ગઈ છે અને હવે એનું નામ Nokia Bell Labs થઈ ગયું છે) અને જેનું અગાઉ નું નામ હતું "AT&T Bell Laboratories" અને તેની અગાઉનું નામ હતું "Bell Telephone Laboratories".

હવે વાર્તા એમ છે કે 1876 માં એક ભેજાબાજ વ્યક્તિ એ ટેલિફોન ની શોધ કરી અને દુનિયાનું પ્રથમ ઇન્ટેલિજિબલ સ્પીચ માટેનું wire transmission બનાવ્યું અને 1877 માં Bell Telephone Company ની સ્થાપના કરી અને આ ભેજાબાજ શ્રીમાન હતા "Alexander Graham Bell"!!!

Alexander Graham Bell

Bell Laboratories દ્વારા દુનિયાને radio astronomy, transistor, laser, photovoltaic cell (ફોટોવોલ્ટીએક સેલ),
charge-coupled device (CCD), information theory,
Unix operating system, અને અન્ય પ્રોગ્રામિંગ લેન્ગવેજિસ જેમકે B, C, C++, S, SNOBOL, AWK, AMPL વગેરે વગેરે પ્રાપ્ત થયું છે.

Comments