Ashura (the tenth day of Muharram)

Mourning of Muharram
Mourning of Muharram

બાળક બોલતા શીખે ત્યારે સૌ પ્રથમ શબ્દ તેના મુખમાંથી જે નીકળે છે તે લગભગ તેની માતાનું  સંબોધન હોય છે, પરંતુ મારા મુખેથી જે પ્રથમ શબ્દ ઉચ્ચારાયો હતો તે શબ્દ હતો: "મમ્મદ". તે વખતે અમે સૌરાષ્ટ્ર ના ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રહેતા (શહેર તો હવે થયું હોય ત્યારે તો કદાચ ગામડું જ હશે!). મારા પિતાને તેમના હોદ્દાની રુહે સરકાર તરફથી સાઈટ વર્ક માટે એક મહેન્દ્રા ની જીપ અલોટ થઈ હતી અને એ મોટા ટાયર અને મોટા સ્ટિયરિંગ વાળી જીપ ના અમારા સૌના ચહિતા ડ્રાઈવર એ મહમ્મ્દ ભાઈ!

મહમ્મ્દ ભાઈ રોજ સોસાયટીના વાહન પાર્કિંગ સ્લોટમાં મને રમાડવા લઈ જાય અને તેમના સહકર્મચારીઓ વગેરે તેમને મમ્મદભાઈ - મમ્મદભાઈ કરીને બોલાવ્યા કરે અને એ શબ્દ મારા કાને પડ્યા કરે. અને એક વાર મારાથી બોલાઈ ગયું - "મમ્મદ". મહમ્મ્દ ભાઈ મને તેડીને દોડતા દોડતા ઘરે આવ્યા અને મારા મધરને હરખભેર કહ્યું કે જુઓ બેન તમારો દીકરો મારુ નામ બોલતા શીખી ગયો. મારા માતા-પિતાના મોઢેથી આ વાત મને પ્રસંગોપાત ઘણીબધી વખત સાંભળવા મળી છે. મને અને મારા નાના ભાઈને સૌપ્રથમ વાર લાલ રંગના ખલેલા ખવડાવ્યા હોય તો એ હતા મહમ્મ્દ ભાઈ. આજે પણ જયારે લારીમાં લાલ ખલેલા જોઉં એટલે મહમ્મ્દ ભાઈ યાદ આવે.

મુહરરમ અને શ્રાવણ નો સંયોગ છે, ખલેલા ભરપૂર છે, એટલે મહમ્મ્દ ભાઈને યાદ કરતા ઇસ્લામના પૈગંબર મુહમ્મદ ના પૌત્ર હુસૈન ઈબ્ન અલીની શહાદત ના આજના આશુરા ના દિવસે લખવાની ઈચ્છા થઈ. I.T. ફિલ્ડમાં ઘણા સમય થી છું એટલે કન્ટેન્ટ ખૂબ ગમતું હોય તે સ્વાભાવિક છે.

ઇસ્લામના ચાર પવિત્ર મહિનામાનો એક અને ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે મુહરરમ. દિવંગત આત્માઓની સ્મૃતિનો મહિનો એ મુહરરમ અને મુહરરમ મહિનાનો દસમો દિવસ એટલે આશુરા.

Ashura commemorating martyrdom of Prophet's grandson, Tehran, 2016

લ્યુનાર કેલેન્ડર પ્રમાણે 61માં વર્ષે મુહમ્મદ પૈગંબર અને તેમના અનુયાયીઓ મક્કા થી યાથ્રીબ હિજ્ કરી રહયા હતા ત્યારે તેમના પૌત્ર હુસૈન ઈબ્ન અલી અને તેમના પરિવાર અને અનુયાયીઓ સાતમા દિવસથી દસમાં દિવસ સુધી ખોરાક અને પાણી થી વંચિત રહ્યાં અને દસમાં દિવસે યાઝીદ પહેલાના સૈનિકો સામે કરબલાના યુદ્ધમાં મુહમ્મદ પૈગંબરના પૌત્ર હુસૈન અલી અને તેમના 72 અનુયાયીઓ એ શહાદત વહોરી. અને આ શહાદતની યાદ અપાવતો દિવસ એટલે આશુરા.

Abbas Al-Musavi's Battle of Karbala, Brooklyn Museum

હુસૈનના પરિવારના બચી ગયેલા સભ્યો અને તેમના અનુયાયીઓને બંદી બનાવી લેવામાં આવ્યા, દમાસ્કસ તરફ કૂચ કરી અને ત્યાં કેદ કરવામાં આવ્યા.

Comments