World's First Computer Mouse

આપણને સૌને જાણીને નવાઈ લાગશે કે, કોમ્પ્યુટર માં અત્યારના સમયમાં વપરાતું ઓપ્ટિકલ માઉસ, એક સમયે લાકડાના કવચ (શેલ) અને બે મેટલ વહીલ્સ નું બનેલું હતું! જુઓ નીચેની તસ્વીર.

Engelbart ના સ્કેચમાંથી Bill English દ્વારા ડિઝાઇન કરાયેલ કમ્પ્યુટર માઉસનો એંગેલબાર્ટનો પ્રોટોટાઇપ.

અત્યારે જે પ્રકારના કોમ્પ્યુટર માઉસ નો ઉપયોગ આપણે કરીએ છીએ તેની પ્રારંભિક તબક્કાવાર રચના SRI International માં "Augmentation Research Center" (ARC) ના સ્થાપક "ડગ્લસ એંગલબર્ટ" (Douglas Engelbart) નામના એક અમેરિકન એન્જીનીયર અને શોધક દ્વારા 1960 ના દશકમાં કરવામાં આવી હતી.

Douglas Engelbart

Douglas જયારે Oregon State University માં ભણતા ત્યારે તેઓએ "United States Navy" માં રેડીઓ અને રડાર ટેક્નિશિયન તરીકે ફિલિપિન્સ માં સેવા આપી હતી. ત્યાં તેમણે એક નાનકડા ટાપુ ઉપર "Vannevar Bush" નો "As We May Think" નો લેખ વાંચ્યો. Vannevar Bush ના લેખ અને પોતાના રડાર ટેક્નિશિયન ના અનુભવથી તેઓએ જાણી લીધું હતું કે માહિતીઓનું વિશ્લેષણ સ્ક્રીન ઉપર જોઈને કરી શકાશે.

Vannever Bush (Author of As We May Think)
 

"Ralph Benjamin" નામના બ્રિટિશ એન્જીનીયરે 1946 માં સૌ પ્રથમ પોઇન્ટીંગ ડિવાઇસ trackball (ટ્રેકબોલ) શોધેલું જેને roller ball (રોલર બોલ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાધનનું પેટંટ 1947 માં કરવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત રબર કોટેડ વ્હીલ્સ પર ધાતુના દડાનો ઉપયોગ કરીને માત્ર એક પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યો હતો, અને આ ઉપકરણને લશ્કરી રહસ્ય તરીકે રાખવામાં આવ્યું હતું.

બીજા પ્રારંભિક trackball ની શોધ 1952 માં "Kenyon Taylor" દ્વારા કરવામાં આવી હતી કે જયારે તેઓ "Royal Canadian Navy"ના DATAR system પર કામ કરી રહ્યા હતા. "DATAR" ના trackball ની રચના બેન્જામિન ની રચના સાથે મેળ ખાતી હતી. તે પણ પેટન્ટ કરાયું ન હતું, કારણ કે તે એક ગુપ્ત લશ્કરી પ્રોજેક્ટ હતો.

1957 માં ડગ્લાસ એંગલબર્ટે SRI માં પદ સંભાળ્યું. 1964 માં, SRI ના ચીફ એન્જિનિયર "Bill English" તેમની સાથે જોડાયા, જ્યાં તેમણે એંગલબર્ટને પ્રથમ માઉસ પ્રોટોટાઇપ બનાવવામાં મદદ કરી. તેમના પ્રોટોટાઇપ માં એક જ ચક્ર અથવા પૈડાંની જોડીનો ઉપયોગ માઉસની ગતિને સ્ક્રીન પર કર્સર ની હિલચાલમાં અનુવાદિત કરવા માટે કરવામાં આવતો હતો.

ડગ્લસ એંગલબર્ટ નિર્મિત પ્રોટોટાઇપનું પેટન્ટ 1967 માં ફાઇલ કરવામાં આવ્યું હતું અને 1970 માં જારી કરાયું હતું. SRI એ Apple, Xerox અને અન્ય કંપનીઓને કમ્પ્યુટર માઉસ તકનીકનું લાઇસન્સ આપ્યું અને આમ અત્યારની રચના ધરાવતું કોમ્પ્યુટર માઉસ 1984 થી વ્યાવસાયિક રૂપે સધ્ધર બનતું ગયું. નીચેની તસવીરોમાં આપ જુદા જુદા પ્રકારના માઉસ જોઈ શકો છો.

The ball-based computer mouse

HP-HIL Mouse from 1984

Apple Macintosh Plus mice, 1986

Hawley Mark II Mice from the Mouse House

Comments

Post a Comment