યે પૌધા ડંખ મારે...

 

Nettle
Nettle अर्टिका डाइओका (urtica dioica) Stinging Plant

ભારતનાં ઉત્તરી અને ઉત્તરી પૂર્વ ક્ષેત્રમાં જોવા મળતો એક નેટલ નામનો છોડ કરન્ટ જેવો ડંખ મારે છે. હિન્દીમાં બિચ્છુ-બુટી અથવા કંડાલી તરીકે ઓળખાતા આ છોડની કેટલીક પ્રજાતિઓ ના પાંદડા પર વાળ અને સ્ટિંગર્સ હોય છે, સંભવત તેને લીધે તેને બિચ્છુ-બુટી/કંડાલી નામ આપવામાં આવ્યું છે.

A hand with nettle dermatitis

મૂળ યુરોપની
અને મોટાભાગે સમશીતોષ્ણ વાતાવરણ ધરાવતા એશિયા અને પશ્ચિમ ઉત્તર આફ્રિકાની આ વનસ્પતિ, હવે વિશ્વભરમાં જોવા મળે છે. એનાં પાંદડાં જરાક અડે તો કરન્ટ જેવા ડંખનો અનુભવ થાય અને પછી નાનકડા ફોલ્લા ઊપસી આવે. ચોવીસ કલાક સુધી એની ઝણઝણાટી અનુભવાતી રહે.

Nettle: close-up of the defensive hairs

તેના પાંદડા અને દાંડી પર ઘણા હોલો ડંખવાળા વાળ હોય છે, જેને અડવાથી તે ઈન્જેકશન ની સોય ની જેમ પરિવર્તિત થઈ જાય છે અને આપણા શરીરમાં બળતરા ઉપજાવે તેવું હિસ્ટામાઇન (Histamine) અને અન્ય કેમિકલ્સ ઈન્જેક્ટ કરી દે છે, જે ડંખ મારતી ઉત્તેજના ઉત્પન્ન કરે છે.

The young leaves are edible and can be used as a leaf vegetable, as with a purée.

પાણીમાં ઉકાળવાથી તેના ઝહેરીલા તત્ત્વો નાશ પામે છે, અને તેથી ઘણા પ્રદેશોમાં તેના નવા કુણા પાંદડા નો ઉપયોગ કઢી, પ્યોરી
(purée), નેટલ-ટી બનાવી, તેનું સેવન કરવામાં થાય છે. નેટલ ના પાંદડાનો ઉપયોગ ગોઉડા (Gouda) ચીઝ અને યાર્ગ (Yarg) માં સ્વાદ ઉમેરવા માટે પણ થાય છે.

This Cornish Yarg is prepared with garlic, and is wrapped with nettle.
 

Comments

Post a Comment