Sosyo - Indian aerated drink |
થોડા મહિના અગાઉ ઘરના દીવાનખંડમાં પરિવાર સાથે ઠંડા પીણાંની વાતો ચાલી રહી હતી, ત્યારે અચાનકજ મારા પિતાના ચહેરા પર રોનક આવી અને ઉત્સાહભેર એક શબ્દ બોલ્યા "Sosyo". અને Sosyo ના વખાણ કરતાંજ ગયા કે Sosyo જેવું બીજું કોઈ ડ્રિંક નહીં, Sosyo ટેસ્ટ માં બેસ્ટ અને જો ક્યાંય થી મળી જાય તો ગોત લે.
બે દિવસ અગાઉ જયારે મોલની website માંથી કરિયાણું online ઓર્ડર કરતો હતો ત્યાંજ અચાનક Sosyo ની બોટલ પર નજર પડી અને ઓર્ડર થઈ ગઈ. જયારે ઘરમાં Sosyo ની વાત નીકળેલી ત્યારે મેં Sosyo વિષે online research કર્યું હતું અને ઘણી interesting વાતો Sosyo વિષે જાણવા મળી. તમને જાણીને નવાઈ લાગશે કે Sosyo એ ભારતીય સ્વાતંત્ર સંગ્રામ વખતે સ્વદેશી ચળવળ દરમ્યાન ઈજાદ થયેલી products માંની એક છે. મોહસીન હજૂરીએ 1927 માં સૂરતમાં Sosyo બ્રાન્ડ રજૂ કરી હતી એક બ્રિટિશ બ્રાન્ડ Vimto ની વૈકલ્પિક ભારતીય બ્રાન્ડ તરીકે.
ખાસ કરીને dry state (જે રાજ્યોમાં નશાબંધી હોય તેવા રાજ્યો) ના alcohol પીવાના શોખીનોને આકર્ષવા, તે વખતે ખરેખર Sosyo નું નામ "Whisky No" હતું, જેનો અર્થ કંઈક એવો થતો કે "Sosyo ટેસ્ટમાં alcohol જેવું" પીણું છે. હવે ખબર પડી કે મારા પિતા Sosyo ના ટેસ્ટના પેટ ભરીને વખાણ કેમ કરતા હતા 😀.
Sosyo સૂરતમાં બનતું ભારતીય વાયુયુક્ત પીણું છે, તેનું ઉત્પાદન અને તેનું વેચાણ મુખ્યત્વે ભારતના પશ્ચિમ અને ઉત્તર રાજ્યો જેવાકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. Sosyo એ દ્રાક્ષ અને સફરજન સીડરનું મિશ્રણ છે, જેમાં કેટલાક ઘટકો જર્મની અને ઇટાલીથી આયાત કરવામાં આવે છે.
👍
ReplyDeleteWow.... 👌🏻
ReplyDeleteNice one
ReplyDelete