આજે મારા બાળકોને ભણવામાં એક શબ્દ આવ્યો - "પાંડુલિપિ" અને સવાલ થયો કે આ પૌરાણિક લિપિનું નામ પાંડુલિપિ કેમ પડ્યું હશે? સામાન્યતઃ આપણને સૌને એમ થાય કે આ કોઈ એવી લિપિ હશે જે રાજા પાંડુ સાથે સંકળાયેલી હશે. પરંતુ હકીકત કંઈક જુદી છે.
પાંડુ એ એક સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે - "Pale Yellow" (ફિક્કું પીળું). આપ સૌને ખ્યાલજ હશે કે પાંડુ રાજાનું નામ પણ તેમના દુર્બળ દેખાવ અને ફિક્કા પીળા વર્ણને લીધે પડ્યું હતું.
16 મી સદીની શરૂઆતમાં વિદેશીઓ દ્વારા સંસ્કૃત ના અધ્યયન ની શરૂઆત થઈ. અધ્યયન ની શરૂઆત થયા બાદ તેની પ્રસિદ્ધિ 17 મી સદીના અંતમાં અને 18 મી સદીની શરૂઆતમાં માનવામાં આવે છે. આ સમય દરમ્યાન ભારતમાં માતૃકાગ્રન્થો નું અધ્યયન અને તેનું સંરક્ષણ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું. આમ, સંસ્કૃતમાં અને અન્ય ભારતીય પૌરાણિક ભાષાઓમાં ઉપસ્થિત જ્ઞાન ને તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર અને સુવર્ણપત્ર વગેરે ઉપર તજજ્ઞો દ્વારા હાથેથી લખવામાં આવતું અથવા કંડારવામાં આવતું.
લખાણ લખાઈ ગયા પછી તે પત્રોને ખાસ પ્રકારના રસાયણોમાં બોળીને process કરવામાં આવતા કે જેથી તેનું લાંબા સમય સુધી સંવર્ધન થઈ શકે. આ પ્રોસેસીંગ ને લીધે તે પત્રો ફિક્કાં પીળા (pale yellow) રંગના બની જતા અને તેથી આવા હસ્તલેખો (manuscripts) ને પાંડુલિપિ તરીકે ઓળખવામાં આવે છે.
![]() |
Rigveda Pandulipi (Manuscript) Sanskrit Devanagari |
Amazing 👍👍
ReplyDelete