Gujarati Jokes for Kids (Part-1)


ટેણીયો: મમ્મી, શું હું ભગવાન જેવો દેખાવ છું?

મમ્મી: ના તો વળી! કેમ એમ પૂછ્યું?

ટેણીયો: આતો હું જ્યાં પણ જાઉં છું ત્યાં બધા મને જોઈને એમ જ કહે છે, "હે ભગવાન! પાછો આવી ગયો!"




એક પોપટ એક કારની સામે ભટકાઈ ગયો અને બેભાન થઇ ગયો. એટલે કારના માલિકે તેને પોતાની સાથે લઈ લીધો અને એક પિંજરામાં મૂકી દીધો.

બીજા દિવસે જયારે પોપટ ભાનમાં આવ્યો એટલે તરત બોલ્યો: "અરે તેરી! સીધો જેલમાં! લાગે છે કારનો ડ્રાઈવર ટપકી ગયો!"



એક વાર એક ટીચરે બધા સ્ટુડેંટ્સને "ગરીબ કુટુંબ" ઉપર નિબંધ લખી લાવવા કહ્યું:

બીજા દિવસે એક અમીર ઘરની બેબીનો નિબંધ ટીચરે વાંચ્યો (તેણે કઈંક આમ લખ્યું હતું):
એક ગરીબ કુટુંબ હતું.. તેમાં બધાય ગરીબ હતા.. પપ્પા ગરીબ હતા.. મમ્મી ગરીબ હતી.. બાળકો ગરીબ હતા.. ઘરનો ડ્રાઈવર ગરીબ હતો.. માળી ગરીબ હતો.. આઈ ગરીબ હતી.. બધાય ગરીબ હતા.

Photos Credit:
https://upload.wikimedia.org/wikipedia/commons/a/a8/Scream_and_shout.jpg
https://upload.wikimedia.org/wikipedia/commons/2/2e/Crazy_parrot.jpg
https://upload.wikimedia.org/wikipedia/commons/4/48/Children_and_exercise.jpg

Comments

Post a Comment