Easter eggs symbolize the empty tomb of Jesus |
બીમાર ને સાજા કરનાર અને મૃત સમાન શરીરમાં પુનઃ પ્રાણ પૂરનાર મસીહા એવા ઈશ્વર પુત્ર ઈસા મસીહ ને ઈસ્વીસન 30 માં શુક્રવાર ના દિવસે ક્રોસ સમાન લાકડાના સ્તંભ ઉપર ચઢાવ્યા બાદ તેમની મૃત્યુશૈયા ના ત્રીજા દિવસે જયારે ઈસા મસીહ પુનર્જીવિત થયા તો તેની યાદમાં મનાવવામાં આવતો સ્મરણોત્સવ એટલે Easter Sunday.
યહૂદી (જુવીશ) ધર્મ-ગુરુઓ અને અગ્રણીઓ ને ઈસુને તેમની સેવા દ્વારા પ્રાપ્ત થયેલ ઈશ્વર પુત્ર અને મસીહા તરીકેની ખ્યાતિ ખલતી હતી. અને તેથી તેઓએ ઈસા મસીહ ને પકડીને તેમનાથી કાયમી છૂટકારો મેળવવાની યોજના ઘડી. તેઓએ ઈસા મસીહના અનુયાયી જ્યુડીસ ને લોભ અને લાલચથી બહેકાવી પોતાના સૈનિકો દ્વારા ઈસા મસીહ ની ધરપકડ કરી અને તેમને "જૂવીશ ન્યાયિક સમિતિ" ની સમક્ષ હાજર કરી તેમના વિરુદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો. જેને "Sanhedrin trial of Jesus" તરીકે ઓળખવામાં આવે છે. મનહર ઉધાસની ગઝલની પંક્તિ યાદ આવી જાય કે "કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની..."
ન્યાયિક સમિતિએ જીસસને ઈશ્વરના પુત્ર હોવા વિષે પૂછ્યું અને જીસસ ક્રાઈસ્ટે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કર્યો, જેનાથી ન્યાયિક સમિતિએ ઉશ્કેરાઈને તેમને દોષી કરાર કર્યા અને તેમના મૃત્યુદંડની ભલામણ કરી. સૈનિકો જીસસ ને રોમન સમ્રાટ પાઇલેટ (Pontius Pilate) સમક્ષ લઈ ગયા. પાઇલેટને જીસસ માં કોઈ દોષ ન લાગ્યો અને એણે નક્કી કર્યું કે તે જીસસ ને દંડ કરશે અને પછી છોડી મૂકશે. પરંતુ ઉપસ્થિત લોકોના ધર્માંધ ટોળાએ બૂમો પાડી પાડી ને જીસસ માટે મોતની સજાની માંગણી કરી. અને લાચાર બનેલા સમ્રાટે જીસસને મોતની સજા ફરમાવી.
જીસસના મરણો-ઉપરાંત બે સ્ત્રી અનુયાયીઓ જે તેમની સંભાળ લેતી હતી તેઓએ જોયું કે જે ગુફામાં ઈસા મસીહ ને જે તાબૂત માં રાખવામાં આવ્યા હતા તેમાંથી જીસસ અલોપ થઈ ગયા હતા (Tomb of Jesus was empty). અને ત્યારે એક દેવદૂત આવીને તેમને જણાવે છે કે:
The angel said to the women, “Do not be afraid, for I know that you are looking for Jesus, who was crucified. He is not here; He has risen, just as He said! Come, see the place where He lay. Then go quickly and tell His disciples, ‘He has risen from the dead and is going ahead of you into Galilee. There you will see Him.’
તે સ્ત્રીઓએ અન્ય અનુયાયીઓને સઘળી વાત કરી તેટલામાંજ ઈસા મસીહ ત્યાં આવી પહોંચે છે અને કહે છે:
“Do not be afraid,” said Jesus. “Go and tell My brothers to go to Galilee. There they will see Me.”
Top image courtesy: https://upload.wikimedia.org/wikipedia/commons/8/8b/Easter_bunny.JPG
Wow.....
ReplyDelete