રબી પાક તૈયાર થઈ જવાની ખુશી વ્યક્ત કરતો ઉત્સવ, ગુરુ ગોબિંદ સિંહ દ્વારા સિખ સમૂદાય ના ખાલસા પંથ નો સ્થાપના-દિન અને પંજાબી કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાનો પ્રથમ દિવસ તેમજ પંજાબીઓ ના નવા વર્ષ નો પ્રથમ દિવસ એટલે બૈસાખી. બૈસાખી સામાન્ય રીતે દર વર્ષે 13 કે 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે
બૈસાખી ના દિવસે ગુરુદ્વારાઓ સજાવવામાં આવે છે, ખાલસા પંથ ના સંત સૈનિકો ના સંચાલન દ્વારા નગર કીર્તન (street parade) યોજવામાં આવે છે અને ખાલસા બનવા જઈ રહેલ સિખ બંધુઓ ને અમ્રિત સંચાર કાર્યક્રમ થકી દીક્ષા આપવામાં આવે છે.
સન 1699 માં સિખોના 10 માં ધર્મ-ગુરુ શ્રી ગુરુ ગોબિંદ સિંહજી એ તેમના ગુરુ અને સિખોના 9 માં ધર્મ-ગુરુ એવા શ્રી ગુરુ તેઘ બહાદુરજી ની શહાદત ની યાદમાં ખાલસા પંથની સ્થાપના આ દિવસે કરી હતી.
ખાલસા નો અર્થ થાય છે: "દુષણો થી શુદ્ધ થવું, મુક્ત થવું" - "to be pure, to be clear, to be free from"
ગુરુ ગોવિંદસિંહે ખાલસાની "પાંચ ક" ની પરંપરા શરૂ કરી હતી.
- કેશ: uncut hair.
- કંધા: a wooden comb.
- કડા: an iron or steel bracelet worn on the wrist.
- કિરપાન: a sword.
- કછેરા: short breeches.
વાહેગુરુજી કા ખાલસા
વાહેગુરુજી કી ફતેહ
વાહેગુરુજી કી ફતેહ
Top image courtesy via: https://upload.wikimedia.org/wikipedia/commons/d/d1/Baishakhi_festival_udit.jpg
Short and sweet information👍
ReplyDelete