Photo from my i-Phone |
તસ્વીર જોઈને નવાઈ તો લાગી હશે: "શું ખરેખર જમવામાં વપરાતા એક ચમચી-કાંટા ને લીધે WordPress નો જન્મ થયો હતો?"
હવે સ્પષ્ટતા કરી દઉં કે તસ્વીર તો માત્ર નવીનતા લાવવા માટે મૂકી છે. બાકી WordPress ની વર્તાતો નવીનતા થી ભરેલી છે જ.
આપણામાંથી ઘણાખરાએ WordPress નું નામ સાંભળ્યું હશે. Blogging ની દુનિયા એટલેકે ઓનલાઇન લેખ લખવાની દુનિયામાં તો WordPress ને એક જાયન્ટ એલીફન્ટ ગણી શકાય કારણકે દુનિયાની લગભગ 35% જેટલી વેબસાઇટ્સ અને બ્લોગ્સ WordPress માં બનાવવામાં આવેલ છે. WordPress એ એક free, open-source અને અતિ લોકપ્રિય "કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ" ની સેવા (service) પૂરી પાડતી એક ઓનલાઇન વ્યવસ્થા છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેમના ડિજિટલ કન્ટેન્ટ ને મેનેજ કરીને વેબસાઈટ, બ્લોગ, ફોટો ગેલેરી અથવા ઈ-કોમર્સ સ્ટોર ને પ્રસ્થાપિત કરી પોતાનું માર્કેટિંગ અને વેચાણ કરી શકે છે અથવા તો પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.
હવે WordPress ની રોમાંચક વાર્તા કે તેના રોમાંચક ઇતિહાસ ની વાત કરીએ તો computing જગતમાં fork શું કહેવાય તે સમજવું જરૂરી છે.
કોઈ એક process / program / code કે software ની copy માં બદલાવ કરીને એક નવો program / process / code / software બનાવવામાં આવતી ક્રિયા ને ક્રિયાપદ તરીકે પણ "to fork" કહેવાય છે અને તે નવા બનેલ program / process / code / software ને પણ એક "fork" તરીકે ઓળખવામાં આવે છે.
કોઈ એક process / program / code કે software ની copy માં બદલાવ કરીને એક નવો program / process / code / software બનાવવામાં આવતી ક્રિયા ને ક્રિયાપદ તરીકે પણ "to fork" કહેવાય છે અને તે નવા બનેલ program / process / code / software ને પણ એક "fork" તરીકે ઓળખવામાં આવે છે.
આપણી આ વાર્તામાં મુખ્ય ચાર કિરદાર છે, જેમાં ત્રણ હીરો છે અને એક હિરોઈન છે. પેલા ત્રણ હીરોના નામ છે: Michel Valdrighi, Matt Mullenweg અને Mike Little અને હિરોઈન નું નામ છે Christine Tremoulet. કેરેક્ટર અપિઅરન્સ માં છે Richard Stallman. જે પહેલો હીરો છે કે જેનું નામ Michel Valdrighi છે એ લગભગ આ વાર્તામાં ગાયબ થયેલું એક પાત્ર છે અને ફ્લેશબેક માં પોતાનો રોલ પ્લે કરી રહ્યો છે.
વાત છે જાન્યુઆરી 2003ની. એક 19 વર્ષીય યુવાન Matt Mullenweg આકુળ-વ્યાકુળ છે એક "લોગીંગ સોફ્ટવેર" થી કે જેના દ્વારા તે પોતાનો બ્લોગ "The Blogging Software Dilemma" ને મેનેજ કરી રહ્યો છે પરંતુ ઘણા લાંબા સમયથી તે લોગીંગ સોફ્ટવેર કે જેનું નામ b2 છે તેના કર્તાધર્તા શ્રીમાન Michel Valdrighi કયાંક ગાયબ થઇ ગયા છે અને તેમના તરફથી કોઈપણ પ્રકારના software updates બહાર પાડવામાં નથી આવ્યા. અને Mullenweg પોતાના બ્લોગ-પોસ્ટમાં લખે છે:
"My logging software hasn’t been updated for months, and the main developer has disappeared, and I can only hope that he’s okay."
b2 નામનો લોગીંગ સોફ્ટવેર 2001 માં ડેવલપર Michel Valdrighi દ્વારા બનાવવામાં આવ્યો હતો. Valdrighi એ સમયે programming જગતમાં નવો હતો પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં ઘણા ઉજળા નવા પ્રોગ્રામર્સ હતા કે જેઓ ભેગા મળીને પોતાની સમસ્યાઓનું સ્વતંત્ર સમાધાન શોધી રહ્યા હતા.
Valdrighi એ અન્ય કન્ટ્રીબ્યુટર ડેવેલપર્સ ની મદદથી b2 સોફ્ટવેર માં ઘણા ફીચર્સ ઉમેર્યા હતા અને એક અતિ મહત્વનો નિર્ણય એ લીધો હતો કે જતે દિવસે તેણે b2 ને GPL લાયસન્સ અંતર્ગત રિલીઝ કરી દીધું હતું. GPL ના કર્તાધર્તા છે મારા પ્રિય Linux-fame શ્રીમાન "Richard Stallman". કદાચ આપણા સૌના પ્રિય હોવા જોઈએ કારણકે અત્યારે આપણે જેટલા પણ ઓપન સોર્સ સોફ્ટવેર અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરી રહયા છીએ તેની પાછળ જો કોઈની મહેનત છે તો તે છે "Richard Stallman". તમે તેમની તસ્વીર નીચે જોઈ શકો છો.
જયારે GPL અંતર્ગત free કે ઓપન સોર્સ સોફ્ટવેર ની વાત આવે એટલે એનો મતલબ માત્ર મફત નથી થતો. અહીં ફ્રી અને ઓપન નો મતલબ છે તમે તેને મુક્તપણે download કરી શકો છો, તમે તેને ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો, તેના કોડિંગમાં ફેરફાર કરી શકો છો અને ફેરફાર થયેલ નવા સોફ્ટવેર ને રી-ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો.
Valdrighi પોતાના કોઈ વ્યક્તિગત કારણોસર 2002 થી ગાયબ હતો. b2 માં આવતી સમસ્યાઓને લઈને Mullenweg પરેશાન હતો. Mullenweg b2 ને fork કરી શકતો હતો. અને તેણે તેમજ કરવાનું નક્કી કર્યું.
Mullenweg પોતાના બ્લોગ "The Blogging Software Dilemma" માં પોસ્ટને આગળ ધપાવતા લખે છે:
… Fortunately, b2/cafelog is GPL, which means that I could use the existing codebase to create a fork, integrating all the cool stuff that Michel would be working on right now if only he was around…I’ve decided that this the course of action I’d like to go in, now all I need is a name. What should it do? Well, it would be nice to have the flexibility of MovableType, the parsing of TextPattern, the hackability of b2, and the ease of setup of Blogger.
Someday, right?
Mullenweg ની આ પોસ્ટને ફક્ત એકજ reply મળ્યો અને જવાબ આપનાર વ્યક્તિ હતો "Mike Little".
Mike Little જવાબમાં લખે છે કે:
“If you’re serious about forking b2, I would be interested in contributing,”
આ બન્ને ભેજાબાજોએ 1 એપ્રિલ 2003 ના રોજ તાબડતોબ પાર્ટનરશીપ કરી.
ત્યારબાદ Mullenweg દ્વારા b2 ના fork નું સર્જન કરવામાં આવ્યું.
અને તેઓની સખી Christine Tremoulet દ્વારા તે નવા fork નું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું અને તેણીએ તે નવા fork નું નામકરણ કર્યું :
ત્યારબાદ Mullenweg દ્વારા b2 ના fork નું સર્જન કરવામાં આવ્યું.
અને તેઓની સખી Christine Tremoulet દ્વારા તે નવા fork નું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું અને તેણીએ તે નવા fork નું નામકરણ કર્યું :
https://upload.wikimedia.org/wikipedia/commons/a/ae/WordPress.svg
Michel Valdrighi 2004 માં ફરી દુનિયા સમક્ષ પોતાના દર્શન આપે છે અને WordPress ને b2 ના સત્તાવાર fork તરીકે જાહેર કરે છે અને વળી પાછો એની દુનિયામાં ગાયબ થઇ જાય છે. અત્યારે જો આપણે Michel Valdrighi ને ગૂગલ માં સર્ચ કરીશું તો આપણને તેની ઘણી ફોટોગ્રાફર તરીકેની પ્રોફાઈલ જોવા મળે છે.
Michel Valdrighi અને Christine Tremoulet ની તસ્વીરો પબ્લિક ડોમેન ઉપર ઉપલબ્ધ ન હોવાને લીધે મારી આ પોસ્ટમાં તેઓની તસ્વીરો share કરી શક્યો નથી.
Oh... It's very interesting information 👌👍
ReplyDelete