વોશરૂમમાં એક વિચાર આવ્યો (એક વિચાર કેટલાય સમયથી આવી રહ્યો છે કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ વિચારો તો આવ્યા કરતા હોય છે પણ વોશરૂમમાં હોઈએ ત્યારે તો વિચાર આવેજ છે). વર્ષો પહેલા હું મારા નાના ભાઈને કહેતો કે "શૌચાલય એટલે સોચને કા આલય"
હવે ખરેખર વિચાર તો ન કહેવાય પણ નાના મગજે મોટા મગજને પૂછ્યું:
નાનું મગજ: તને કઈ ભાષા વધારે ગમે?
મોટું મગજ: મને તો COBOL, FORTRAN અને HTML language વધારે ગમે.
નાનું મગજ: બે યાર તું મજાક બૌ કરે છે.
મોટું મગજ: કેમ વળી, અત્યાર સુધી આ ત્રણેય language શીખવાની વધારે મજા આવી કે નહીં.
નાનું મગજ: હા યાર, વાત સાચી.
મોટું મગજ: તને ખબર છે કે કેમ આમ? કારણકે તને આ languages, logically અને semantically બહુ સરળ લાગી બીજી programing languages ની સરખામણીમાં. જો, હું તને એમ પૂછું કે તને સંસ્કૃત અને ગુજરાતીમાંથી કઈ ભાષા વધુ વાંચવું-લખવું ગમશે તો તું શું જવાબ આપીશ?
નાનું મગજ: હા ગુજરાતી! કારણકે તે easy છે અને સંસ્કૃત complicated છે.
મોટું મગજ: Yes, અને હવે મારો સવાલ એ છે કે "why humans are complicated?"
જો! આપણે ગણિત બે ભાષામાં ભણ્યા. સ્કૂલમાં હતા ત્યારે ગુજરાતીમાં અને IGNOU માં હતા ત્યારે અંગ્રેજીમાં. તને ગણિત કઈ ભાષામાં સહેલું લાગ્યું?
નાનું મગજ: અંગ્રેજીમાં.
મોટું મગજ: જેમકે તુંજ મને કહે કે આ બે શબ્દમાંથી કયો શબ્દ તને સમજવામાં સહેલો લાગશે? "પ્રમેય" કે "theorem"?
નાનું મગજ: theorem
Top image courtesy: via Good Free Photos
Comments
Post a Comment