"વનેચંદનો વરઘોડો" માં એક વાત આવે છે કે જમણવાર વખતે શાહબુદ્દીનભાઈનું ધ્યાન બરાબર લાડવા વાળા ઉપર હતું કે જેટલી તકલીફો ઘરધણી વતી પડી હતી તેનું વટક લાડવામાં વાળી લેવું. અને એટલેજ તેઓ ઉમેરે છે કે "મોર કો ધ્યાન લગો ઘનઘોર ઔર પનિહારી કો ધ્યાન લગો મટકી". પણ પિરસવાવાળો એવો લોંઠકો કે હળહળાટ નીકળી ગ્યો અને એમની થાળીજ રઈ ગઈ.
આવું જ કાંઈક મારા પ્રિય પાડોશી નિરંજનકાકા જોડે થયું. અમે એમને ત્રિવેદીકાકા કહીને બોલાવીએ છીએ. નિરંજનકાકા અને ચારુકાકીનો પરિવાર એ સૌથી ફેવરિટ પાડોશી કેમ છે એનો નિબંધ ક્યારેક share કરીશ. ત્રિવેદીકાકા લગભગ કોઈક ને કોઈક ચિંતામાં હોય અને તેમનું ધ્યાન કોઈને કોઈ મુદ્દા ઉપર લાગેલું હોય. અને અત્યારે જેમ આપણે સૌ જાણીયે જ છીએ કે કોરોના નો માહોલ છે! એટલે તમે એમની ચિંતાનું સ્તર અનુમાન કરી શકશો.
હવે બન્યું એવું કે ગઈ કાલે તંત્ર તરફથી ફાયર બ્રિગેડ ના ટ્રક દ્વારા sanitizer નો છંકટાવ થઇ રહ્યો હતો પણ ફાયર બ્રિગેડ ના ટ્રકનો ડ્રાયવર એવો લોંઠકો કે બધાના ઘર ઉપર છાંટ્યું ને ત્રિવેદીકાકાના ઘર આગળ હળહળાટ નીકળી ગ્યો ને એમનું જ ઘર રહી ગ્યું. જોકે થોડી વાર બાદ ટ્રક પાછો ફર્યો અને તેમના ઘર ઉપર પણ છંટકાવ કરી આપ્યો.
પણ થોડીવાર તો ત્રિવેદીકાકાને પણ થઈ ગયું હશે કે મારૂ બેટું "મારી થાળીજ રઈ ગઈ".
Top Image by Clker-Free-Vector-Images from Pixabay
Nice Brother
ReplyDeleteNice
ReplyDelete