Black Neck Tie

Albert Schweitzer

આફ્રિકાના જંગલોમાં દીન-દુખિયાની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ જ્વાઇત્ઝર ની હોસ્પીટલની મુલાકાતે આફ્રિકન સંસ્થાનના યુરોપીયન ગવર્નર જનરલ એકવાર આવવાના હતા. તે વખતે તેમના એક સાથીએ કહ્યું : 

“ડોક્ટર સાહેબ, આ કાળી નેક ટાઈ આપ જે પહેરો છો તે હવે સાવ જળી ગઈ છે.”

ડોક્ટર: “હા, પણ તેનું કારણ મને સમજાતું નથી. હજુ એને લીધાને ૧૮ વર્ષ પણ નથી થયા અને મરણ-પરણના અવસરે ક્યારેક પહેરું છું.”

“શું?!? ૧૮ વર્ષથી? તો શું તમારી પાસે બીજી કોઈ ટાઈ પણ નથી?” સાથીએ અવાક થઈને સવાલ કર્યો.

“એ તો હું ભાગ્યશાળી છું કે બીજી ટાઈ નથી.” ડોક્ટરે સમજાવતા કહ્યું, “મારા પિતા પાસે બે નેક ટાઈ હતી, અને મને બરાબર યાદ છે કે કાયમ અમારા ઘરમાં એવી કંકાશ ચાલતી કે બેમાંથી કઈ વધારે સારી છે?!”

Image Courtesy:

Comments