Allergic Rhinits or Influenza (શરદી-ઉધરસ અને નાક ગળવું)



ઘણાં સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં સૂકી ઉધરસ અને નાક ગળતું હોય તેવી શરદી વારંવાર થયે રાખે છે. પ્રથમ બાબત એ જણાવી દઉં કે આ પ્રકારની શરદી ઉધરસની ચિંતા માત્ર આપણેજ કરવા જેવી નથી અને દુનિયાના ઘણા દેશોમાં ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં આની ચર્ચા છે અને તેને સંબંધિત દવાઓમાં ફેરફાર પણ આપણે જોઈ શકીએ છીએ. જેનું ઉદાહરણ છે છેલ્લા ઘણા સમયથી સૂચવવામાં આવતી "Cetirizine કે Levocetirizine" વાળી  દવાઓ.

હવે, અંહિયા એ વાત નથી કરવી કે કઈ દવા લેવી પણ વાત કરીશું કે આ પ્રકારની શરદી-ઉધરસથી લાંબા ગાળે બચવુ કેવી રીતે? થોડાંક મુદ્દાઓની વાત કરીએ. બની શકે કે ઘણા મુદ્દાઓ આપણે વાંચ્યા હશે, છતાં અહીંના મુદ્દાઓમાં થોડું twist છે.

1) બે થી ત્રણ મોટા ટામેટા રોજ (2 to 3 big tomatoes Daily)

Indian Tomatoes (Photo from my i-Phone)

રોજ બે થી ત્રણ મોટા ટામેટા ખાઓ - તમારી અનુકૂળતાએ અને તમને ગમતી હોય તેવી પદ્ધતિથી (જેમકે મીઠું, ખાંડ, જીરું ભભરાવીને અથવાતો ખાલી મીઠું છાંટીને કે કાંઈ પણ ભભરાવ્યા વગર). યાદ રહે કે ટામેટાં મૂળ સ્વરૂપમાં હોય (દેશી ભાષામાં કહીયે તો કાચા સમારેલા હોય). આનો અર્થ એ નથી કે રાંધેલા ટામેટાં નથી ખાવાના. રાંધેલા ટામેટાનું શાક જમવામાં હોય કે ના હોય, પણ રોજના બે થી ત્રણ મોટા ટામેટાતો ખાવાનાજ છે. Concept is very simple, "we human beings are always deficient of Vitamin C and all creatures are always thirsty."

2) પાણી (Water)

Indian Water Pot (Pani ka Matka / Pani nu Matlu) Photo from my i-Phone

I will not ask you to drink plenty of water. હું એમ નહિ કહીશ કે દિવસ દરમિયાન ઘણું પાણી પીવો. દર એક કલાકે બે ઘૂંટડા માટલાનું પાણી જાતે પાણીયારા પાસે જઈને પી લો. દિવસ દરમિયાન આ પ્રક્રિયા કરતા રહો. યાદ રહે કે કોઈની પાસે પાણી મંગાવવાનું નથી, જાતે જઈને પીવાનું છે. વળી પાછી દેશી રીતે કહીએ તો પાણી પીતા આવવાનું છે અને એક કે બે મિનિટ પગ પણ છૂટો કરતો આવવાનો છે. હવે આ એક કે બે મિનિટ દરમિયાન ચાલતા ચાલતા તમારે તમારી ગરદનને પણ જમણી-ડાબી અને ગોળ-ગોળ (તમે રિલેક્સ ફીલ કરો તેવી રીતે) ફેરવવાની છે. બીજી એક ટેવ એ પાડવાની છે કે કાંઈ પણ આરોગતાં પહેલા અથવા પાણી સિવાયનું કાંઈ પણ પીણું પીતાં પહેલા બે ઘૂંટડા પાણી પી લેવું. ઘરની બહાર નીકળતા પહેલા પણ પાણી પીવાની ટેવ સારી છે. Concept is again very simple, "Dry Cough because of Dry Atmosphere and Water has a solution for dryness."

3) કસરત (Exercise)


આપણે સૌએ મુસ્લિમ બિરાદરોને દિવસમાં પાંચ વખત નમાઝ પઢતા જોયા હશે. મને એમાં એક પ્રકારની હળવી કસરત દેખાય છે. તમારે તમારા શરીરનો માથાનો ભાગ જમીનને અડાડવાનો છે અને પૂંઠાનો ભાગ સહેજ ઉપરની તરફ લઈ જવાનો છે (બે વાત યાદ રહે કે તમારે તમારા માથાને જમીન કે ફર્શ ઉપર અડાડી નથી દેવાનું અને તમારું માથું તમારા બંને હાથની હથેળીમાં અથવા તો હથેળીની પાછળના ભાગે ટેકવી દેવાનું છે અને બીજી વાત એ કે તમારા શરીરનું લોહી તમારા મસ્તિષ્કમાં પહોંચતું હોય તેવી હળવી પરિસ્થિતિમાં તમારે તમારા શરીરને ગોઠવવાનું છે.) કોઈ પણ જાતનું strain શરીર ઉપર ન પડે તેવી મુદ્રામાં આવવાનું છે.

આ સ્થિતિમાં તમારે ત્રણેક મિનિટ રહેવાનું છે અને જયારે માથું નીચેની બાજુએ હોય ત્યારે આંખ બંધ કરીને થોડી થોડી વારે તમારે થૂક ગળે ઉતારવાનું છે. આવું કરવાથી તમને તમારા કાનના પડદા ખૂલતાં હોય તેવું લાગશે અને ખૂબ મજા આવશે.

ત્યાર બાદ શરીરને બેઠું કરીને જેમ મુસ્લિમ બિરાદરો કરે છે તેવી રીતે પોતાની ગરદનને નીચે જુકાવી ડાબી બાજુ લઈ જવાની છે અને પછી પાછી પરત નીચે તરફ લઈ આવવાની અને પછી એવીજ રીતે જમણી બાજુ ફેરવવાની અને પાછી ગરદનને પરત નીચી મુદ્રામાં લઈ આવવાની. આવું પાંચેક વખત કરવું. ઉપરની તસ્વીરમાંની ત્રીજી અને ચોથી ક્રિયા તમે જોઈ શકો છો.

Exercise અને કસરતની વાત નીકળી છે તો જરા કસરતને મૂળભૂત રીતે સમજીએ. આપણે કસરતનો અર્થ કરવાનો છે શરીરને અને મનને બને તેટલું ધંધા સગળ (busy) રાખવાનો પ્રયત્ન કરવો. તમને જે કોઈ પણ activity કરવી ગમતી હોય તે કરવાનો પ્રયત્ન કરતા રહો અને સાથે સાથે તમારા શરીરનું પણ દયાન રાખતા રહો. જેમકે, હું ઘણી વાર મારા ઘરના અમુક હિસ્સામાં કચરા પોતાં કરવાની મજા માણી લઉં છું અને તે દિવસે થોડું ચાલવાનું ઓછું કરી નાખું છું. યાદ રહે કે તમારે તમારા શરીરને એટલું કાર્યરત રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે તમે ધીમે ધીમે દિવસે ને દિવસે સ્ફૂર્તિ અનુભવો. નાના બાળકો દિવસ દરમ્યાન રમી લે છે એટલે તેમની કસરત થઈ ગઈ. આપણે મોટકાઓ જો રમી નથી શકતા તો કોઈ બીજી રીતે શરીર પાસે કોઈક રીતે exercise કરાવી લેવાનો પ્રયત્ન કરીશું. જો થાક અનુભવતા હો તો તે દિવસે કે તે વખતે આરામ કરવામાં જરાય સંકોચ અને શરમ ના અનુભવશો. યાદ રાખજો કે કોઈ rigid નિયમ નથી બનાવવાનો, બસ માત્ર પ્રયત્ન કરવાનો છે.

Concept: "શરીરમાં રહેલી સ્ફૂર્તિ, ઊર્જા અને ઊષ્મા આપણને સ્વસ્થ રાખે છે. અને શરીરમાં રહેલી ઊર્જા એ શરદી-ખાંસીનો રામબાણ ઈલાજ છે. સ્ફૂર્તિ અને ઊર્જા માટે મસ્તિષ્કમાં લોહી પહોંચવું જરૂરી છે."

4) કાનાને મિશ્રી ભાવે રે... (Take High Calorie Foods in Lunch Box)

Indian Millet Bread (Baajri Rota/Baajri no Rotlo) with Indian Butter (Makkhan/Maakhan) and Indian Red Chilly (Reshampatto Mirchi of Gujarat) Photo from my i-Phone

સ્કૂલ, કોલેજ અને ઓફિસ ના નાસ્તામાં "high calorie" વાળો નાસ્તો કરવો. સૌથી સહેલી વાનગી છે: માખણમાં મધ ઉમેરીને માખણને ગળ્યું કરીને તેમાં થોડું મીઠુ છાંટીને તેને રાતની વધેલી ભાખરી ઉપર સારી એવી માત્રામાં લગાવીને લન્ચ બોક્સ માં લઈ જાવ. ડાયાબિટીસ અને બ્લડપ્રેસ્સર વગેરે માનસિક સમસ્યાઓનું પરિણામ છે અને જો તમે એના શિકાર બનીજ ગયા છો તો તેમાં તમારો કોઈ વાંક નથી. ડાયાબિટીસ અને બ્લડપ્રેસ્સર ના ભોગ બનેલાએ યોગ્ય સમયે યોગ્ય આહાર લઈ લેવો બસ એજ વિકલ્પ છે.

Concept: "તમારું શરીર કાર્ય દરમ્યાન વધારે થાકે છે તો યોગ્ય સમયે તેને શક્તિ આપી દો."

5) રોજનું એક મન-પસંદ ગીત (Sing a Song..)


રોજ રાતે જમ્યા પછી પરવારીને તમને ગમતું કોઈ કાવ્ય, કોઈ ફિલ્મી ગીત કે કોઈ પ્રાર્થનાને એક કાગળ ઉપર લખો અને પછી તેને પદ્ધતિસર Professional Singer ની જેમ ગાવાની મજા માણો. આમેય ભારતમાં પુરુષ પોતાને કિશોર કુમાર અને સ્ત્રી પોતાને લતા મંગેશકર સમજેજ છે, તો ફિર હો જાયે।.. કોઈ ઋચા કે કોઈ સારા શબ્દનું જપ (Chanting) કરવાથી પણ આનંદ મળે છે અને ગળાને લાભ થાય છે. આમ કરવાથી તમારી શ્વસન-નળી અને અન્ન-નળી ના સ્નાયુઓ મજબૂત બનશે અને તમારો અવાજ પણ ખીલશે. Concept: Make your respiratory system better.


6) કુદરતને ઓળખો (Know the Nature)


કુદરતને ઓળખો. થોડુંક અઘરું છે આ સમજાવવું પણ કુદરતને સમજવાની શરૂઆત તમારે તમને ઓળખવાથી કરવાની છે. તાસીર (Tendency) શબ્દ સાંભળ્યો હશે. Know your tendency. જેમકે તમને અમુક વસ્તુ ફાવતી હશે જયારે એજ વસ્તુ તમારાજ ઘરના બીજા કોઈ સદસ્યને નહીં ફાવતી હોય. અને જે અમુક વસ્તુ તમને નહીં ફાવતી હોય તે ઘરના બીજા કોઈ સદસ્યને ફાવતી હશે. અવલોકન કરવાનું રાખો કે કઈ વસ્તુ ખાવાથી તમારું ગળું પકડાઈ જાય છે? અથવા તો તેજ વાનગી તમે બીજી કઈ પદ્ધતિથી ખાવ છો ત્યારે તમારા ગાળામાં કોઈ તકલીફ નથી થતી. આ બાબત ફક્ત ખોરાકનેજ લાગુ નથી પડતી પરંતુ તમે જે વાતાવરણમાં છો તેને પણ લાગુ પડે છે. યાદ રાખો કે તમારા શરીરને કોઈ જડ જેવાં નિયમમાં નાખીને યાતના ના આપશો. બધું કરો પણ સ્વસ્થતાપૂર્વક (comfortably) કરો.

ઘણી વાર ઉપરના ફકરામાં લખેલી વાતો નાના બાળકોમાં અનુસરવી અશક્ય હોય છે. તમારા લાખ અવલોકનો અને મહેનત છતાં કોઈ કીમિયા કામ નહીં કરે અને બાળકોને આ પ્રકારની શરદી થઈ જ જશે. ત્યારે પણ એક અવલોકન તો કરીજ લેજો કે જયારે તમે તમારી બાળકની ઉમરના હતા ત્યારે શું તમને પણ આ જ પ્રકારની શરદી કે તકલીફો રહેતી. જવાબ મળશે હા! અને આને કહેવાય વારસાઈમાં મળેલી તાસીર. હવે ક્યારેક તો આવી તકલીફ આપતી વારસાઈને બદલવાની શરૂઆત કરવી પડશે અને તેના માટે ઉપર મુજબના થોડા ઘણા નાના નાના ફેરફારો કરીને જતે દિવસે આવી નાની પણ મોટે ભાગે રહેતી બીમારીઓથી બચી શકાશે.


હા એક અવલોકન મારુ તો પાકું છે કે બાળકોને ચોકલેટ અને ટોમેટો કેચપ તો ગળાને અસર કરે છે. પણ બાળકોને સૌથી વધુ ભાવતી વસ્તુઓ શુકામ છીનવવી છે? જરૂર છે તેમના ગળા (throat)ને મજબૂત કરવાની. ટોમેટો કેચપમાં પાણી ભેળવીને તેને માઈલ્ડ કરીને કોઈ વાનગીમાં જરા અમથો ભેળવીને બાળકોને આપી શકાય છે (અપના દિમાગ લડાઓ).

હું નાનો હતો ત્યારે મને પણ શરદી ખૂબ થઈ જતી (કદાચ ત્યારે શરદીનો પ્રકાર અલગ હતો). ત્યારે મારા ડોકટરે મને સલાહ આપેલી કે તારું શરીર ઘણું દૂબળું અને નબળું છે, તારે તારામાં સ્ટેમિના વધારવાની જરૂર છે. એટલે પાર્ટીએ તો જીમ જોઈન્ટ કર્યું અને મસ્ત મજાનું ખાવાનું શરૂ કર્યું. સવારે દોડીને જીમ જાઉં, એકાદ કલાક કસરત કરું. સવાર સાંજ બે વખત ભાખરી ઉપર માખણ લગાવીને જાપટુ. બપોરે જમવામાં 1 કટોરી દાળ સાથે ભાત અને 1 કટોરી દાળ વધારાની, એક કે બે કટોરી શાક અને છ રોટલી, ટામેટા કાકડી ડુંગળીનું કાચું કચુંબર અને એક ચમચી મધ. બપોરના જમવામાં દાળ, કાચું અને મધ ઘણું ઉપયોગી સાબિત થાય છે. પણ મધ એક મોટી ચમચીથી વધારે ન લેવું. અને રાત્રે મોટે ભાગે ભાખરી-શાક અને ઘી નાખેલી સાદી ખીચડી અને એક કટોરી દૂધ (અથવા ક્યારેક વઘારેલી કઢી). રાતના જમવામાં વઘારેલી ખીચડી કરતાં સાદી ખીચડી સ્વાસ્થ્ય માટે વધારે સારી. બસ ત્યાર પછી શરદી ગઈ એ ગઈ પછી આટલા વર્ષો થઈ ગયા હવે તો જીમમાં પણ નથી જતો પણ શરદી પાછી નથી આવી. કારણકે, ભીતરની કુદરત ઓળખાઈ ગઈ.

ક્યારેક જો ગળામાં ચચરાટ લાગે કે કઈંક ચોંટી ગયું હોય તેવું લાગે અને સાથે જો થોડી નબળાઈ કે કળતર સાથે આંખ બળતી હોય તેવું લાગે એટલે તરત ખ્યાલ આવી જાય છે કે શરદી થવામાં છે ત્યારે મારા એક પિતરાઈ ભાઈ કે જેઓ ડોક્ટર છે તેમની સલાહ પ્રમાણે એક ટેબ્લેટ પારસીટેમલની લઈને ચાર કલાકની ઊંઘ ખેંચી લવ છું અને ઊઠું ત્યારે હતો એવોને એવો ફ્રેશ.

મારો ભાણો રોજ જીમમાં જાય છે અને સરસ અલમસ્ત (fit) શરીર બનાવ્યું છે પણ અવારનવાર શરદી-ઉધરસનો ભોગ બને છે કારણકે હજી તેને પોતાની ભીતરનું કુદરત ઓળખાયું નથી. તમારા શરીરને તમેજ ઓળખો છો દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને બીમારીઓથી બચવાનો પ્રયત્ન તમારે તમારા અનુભવથી કરતો રહેવાનો છે.

પણ શરદી (કે બીમાર) થઈ ગયા પછી તો એક જ વાત કરવાની: "Consult Your Doctor" (આપના પરમ મિત્ર એવાં ડોક્ટરને મળી આવો.)


Top Most Photo is via Good Free Photos

Comments

Post a Comment