પંદરમી ઑગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણો દેશ સન 1947 પહેલાં અંગ્રેજ શાષકો નો ગુલામ હતો. આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું. ગાંધીજીએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે લડત ચલાવી. પરિણામે 15મી ઑગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે આ દિવસે આપણે સ્વાતંત્ર્યદિન ઊજવીએ છીએ.
પંદરમી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને શાળાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ગરબા, રાસ, નાટક, અને દેશભક્તિનાં ગીતો રજૂ થાય છે.
રેડિયો અને ટેલિવિઝન પર દેશભક્તિનાં ગીતો રજૂ થાય છે. રાતે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે. આપણે આપણો સ્વાતંત્ર્યદિન હોંશે હોંશે ઊજવીએ અને આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ. જય હિન્દ!
15 अगस्त (भारतीय स्वतंत्रता दिवस)
15 अगस्त को स्कूलोंमें ध्वजवंदन किया जाता है और स्कूल के मैदान में भारतका राष्ट्रीय ध्वज फहराया जाता है। राष्ट्रीय ध्वज को सलामी दी जाती है और राष्ट्रगान गाया जाता है। फिर सांस्कृतिक कार्यक्रम भी आयोजित किया जाता है, जिसमें पारंपरिक नृत्य, नाटक और देशभक्ति के गीत शामिल होते हैं।
देशभक्ति गीत रेडियो और टेलीविजन पर दिखाए जाते हैं। सरकारी भवनों पर रात को रोशनी की जाती है। आइए हम अपना स्वतंत्रता दिवस मनाएं और अपनी स्वतंत्रता की रक्षा करने का संकल्प लें। जय हिंद!
Comments
Post a Comment