એક ખુરાફાતી વિચાર (A naughty thought)

એક મેદાનનું દ્રશ્ય છે, રાતનું અંધારું છે અને મેદાનની વચ્ચો-વચ્ચ કોઈક એક બલ્બ ચાલુ હોય તેવો પ્રકાશ પડી રહ્યો છે. મેદાનની વચ્ચેના ભાગથી થોડાક પાછળના ભાગે એક સ્ટેજ છે. એ સ્ટેજ ઉપર એક ગોરોંચીટ્ટો, ઊંચો-લાંબો માણસ આવીને ઊભો રહે છે. તેણે કાળો લાંબો કોટ (કંઈક સૂટ જેવું) પહેરેલ છે અને માથે લાંબી-ઊંચી હેટ પહેરેલી છે એ બધાને તાળી પાડીને પોતાની તરફ બોલાવે છે. અને કહે છે "Execuse Me, Ladies and Gentlemen, May I have your attention please!" આવું બધું સાંભળીને નીચે ઉભેલા બધા લોકો તેની તરફ જાય છે, કે આ શું કહેવા માંગે છે? નીચે ઉભેલા લોકો જાતજાતના અને ભાતભાતના છે. પચરંગી છે. કોઈએ કાબર-ચિત્રા કપડાં પહેર્યા છે, કોઈએ માથે ગોળ જાળી વાળી ટોપી પહેરી છે, કોઈએ ધોતી ઝભ્ભો પહેર્યો છે, જયારે કોઈએ ફક્ત પોતડી પહેરી છે. સ્ત્રીઓ પણ હાજર છે. નીચેનામાંનો એક દોઢ ડાહ્યો બોલે છે: "અરે ભઈયા, કા હૈ? કાહે ઇતના સોર મચાવત હૈ?"

સ્ટેજ ઉપર ચડેલ વ્યક્તિ કહે છે: "હમને ઠુમકો એક બહુટ ઇન્ટરેસ્ટિંગ બાટ બટાને કે લીયે ભુલાયા હૈ, હમને એક બહુટ બડા ખોજ કિયા હૈ." આ વાત સાંભળી નીચે વાળો દોઢ ડાહ્યો ફરીથી બોલ્યો: "અરે ભઈયા તુમારે કહને સે કા હોગા. હમ ઐસે હી થોડે માન લેંગે તોહાર બાત, જાંચેંગે-પરખેંગે ફિર માનેંગે!" સ્ટેજ ઉપરથી ગોરો બોલ્યો "હમને યે ખોજ કિયા હૈ કી, ઇન્સાન જો હૈ વો ઇસ પૃઠવીકા (પૃથ્વીકા) સબસે સમજદાર ફરાની (પ્રાણી) હૈ." આ સાંભળી નીચે ઉભેલા દરેક જણ ખૂબજ ખુશ થઈ ગયા, પેલો દોઢ-ડાહ્યો પણ બોલવા લાગ્યો કે "ઈ તો બહુત સહી ખોજ કિયા હૈ, બહુત બઢીયા ભઈયા, બહુત બઢીયા.." અને સૌ બહુ ખુશ થઈ જાય છે અને તાળીયો પાડવા માંડે છે.

આ બધું દ્ર્શ્ય દૂર એક ઝાડ નીચે બેઠેલા બે ગધેડા જોતા હોય છે અને આ બધું જોઈ બંને ગધેડા એકબીજાની સામે જુએ છે અને બન્ને હસી પડે છે અને બોલી પડે છે: "આ મારા બેટા માણસો ક્યારેય સુધરવાના નથી."

image is courtesy of public domain: https://metmuseum.org/art/collection/search/397365

Comments